Safalta Ki Chaavi
155 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris

Safalta Ki Chaavi , livre ebook

-

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris
Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus
155 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus

Description

The successful people always act differently from others. They give all the importance to that task, whether it is small or big, and accordingly they plan and work on that plan, thus get success. For this success, they use their full potential and strength.The book tells a lot about - How to get success. Dr. Swett Marden, an American inspirational author wrote about achieving success in life.By reading Swett Marden's books millions of people have gained self - satisfaction, dedication to work, and enthusiasm and inspiration in life as well.You too read his books and enjoy the sweetness of success by getting your wishes cherished.The book can change you life, guiding you step by step.A must have book for everyone.

Informations

Publié par
Date de parution 01 janvier 0001
Nombre de lectures 0
EAN13 9789350837801
Langue English

Informations légales : prix de location à la page 0,0158€. Cette information est donnée uniquement à titre indicatif conformément à la législation en vigueur.

Extrait

સફળતાની ચાવી
સંસાર પ્રસિદ્ધ વિચારક અને લેખક શ્રી સ્વેટ માર્ડેનની પુસ્તકોએ કરોડો લોકોના જીવનમાં ક્રાંતિ લાવી દીધી છે, ભટકી રહેલી માનવતાને નવી દિશા આપી છે. પ્રસ્તુત પુસ્તક “સફળતાની ચાવી” પણ આ મહાન વિચારકની મહાન કૃતિનું ગુજરાતી રૂપાંતર છે.
 
 
સફળતાની ચાવી
 
 

ડાયમંડ બુક્સ
 
ISBN : 9789350837801
પ્રકાશક : ડાયમંડ પૉકેટ બુક્સ (પ્રા.) લિ.
X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,
નવી દિલ્હી-110020
ફોન : 011-40712100
ઇ-મેઇલ : ebooks@dpb.in
વેબસાઇટ : www.diamondbook.in
સંસ્કરણ : 2017
સફળતાની ચાવી
By - સ્વેટ માર્ડેન
વિષય-સૂચી ખુદને ઓળખો ઉદાસીનતા સપનાં અને ઇચ્છાઓ આત્મવિશ્વાસ આત્મજ્ઞાનનો પ્રભાવ આત્મવિશ્વાસનું ફળ આત્મ-પ્રેરણા અંતઃ પ્રેરણા વિશ્વાસનો ચમત્કાર સફળતાનું રહસ્ય જે ઇચ્છો, તે મેળવો
1. ખુદને ઓળખો

"ઊંચી ઇચ્છા, ઉદ્યમ, આક્રોશ, આત્માની ઓળખ, પ્રબળ કાર્યક્ષમતા, તન્મયતા આ જ તમારા ગુણ હોવા જોઈએ. જ્યારે તમે આ ગુણોની સાથે કોઈ પણ કાર્યને કરશો, તો નિશ્ચય જ સફળતા મળશે.
એક મનોવૈજ્ઞાનિકનું કથન છે, પ્રત્યેક મનુષ્યમાં એક આલૌકિક ગોપનીય શક્તિ છે. એનીકલ્પના ના તો ખુદ તે વ્યક્તિ કરી શકે છે અને ના તો કોઈ બીજું... પણ જો આ શક્તિનું કોઈ માપક યંત્ર અથવા એક્સ-રે જેવું કશું નિકળી જાય, જે આ શક્તિનું સ્વરૃપ બતાવી શકે, તો આપણે બધા આશ્ચર્યચકિત રહી જઈશું. હકીકતમાં આ કથન સર્વથા સત્ય છે. દરેક માણસ એ વાતને મહેસૂસ કરે છે કે, એનામાં કેટલીક આંતરિક છુપાયેલી શક્તિઓ છે, પણ મુશ્કેલી એ છે કે, તે આ આંતરિક શક્તિનો કેવી રીતે ઉપયોગ કરે, કયા સમય પર કરે, ક્યાં કરે, આ વાતને કોઈ નથી જાણતું. આથી, એમનો યોગ્ય સમય પર ઉપયોગ ન કરી શકવાને કારણે આ આંતરિક શક્તિઓથી મળવાવાળી સફળતાઓથી તે વંચિત રહી જાય છે. આ જ વિડમ્બનાને કારણે ફક્ત એ જ વ્યક્તિ સફળ થઈ શકે છે, જે એની વિધિ જાણી લે છે.
દર્પણમાં ફક્ત આપણે પોતાનો ચહેરો જોઈ શકીએ છીએ, પણ આ શક્તિની પૂરી ઓળખ નથી થઈ શકતી. તો પણ થોડું-ઘણું જે પણ ઓળખી લેવામાં આવે, તે પર્યાપ્ત છે. એનાથી પણ ઘણું બધું થઈ શકે છે. દરેક મનુષ્ય, સ્ત્રી કે પુરુષ પોતાની કોઈને કોઈ વિશેષતા કે ગુણ રાખે છે, ભલે જ તે એ વિશેષતાને ના ઓળખે, પણ એનામાં હોય છે. જે પ્રકારે પ્રત્યેક મનુષ્યનો ચહેરો, એની રેખાઓ એક-બીજાથી મળી નથી શકતી, એ જ પ્રકારે દરેકની આદતો તેમજ ગુણ એક-બીજાથી મળી નથી શકતા. આ ગુણોનો સુયોગ્ય વિકાસ ન થવાને કારણે તે બધા ગુણો અસ્તવ્યસ્ત બનીને રહી જાય છે.
હીરો જ્યારે જમીનથી નિકળે છે, તો એને હીરો કહી શકવો અથવા ઓળખી શકવો પણ મુશ્કેલ હોય છે. જ્યારે એના પર પૉલિશ થઈ જાય છે, તેને યોગ્ય આકાર આપવામાં આવે છે, તો પછી લોકો એને આપમેળે ઓળખવા લાગે છે અને એની કિંમત વધી જાય છે. એ જ પ્રકારે, જ્યાં સુધી મનુષ્યના ગુણને તરાશવામાં ન આવે, એમના પર પૉલિશ નથી કરવામાં આવતી, ત્યાં સુધી એમનું કોઈ મૂલ્ય નથી વધી શકતું. કેટલીય વાર તમારાથી અચાનક એવા કાર્યોની સિદ્ધિ થઈ જાય છે કે, તમે ખુદ આશ્ચર્યમાં પડી જાઓ છો અને ખુદથી પૂછવા લાગો છો, આવું કેવી રીતે થઈ ગયું? તમે ખરેખર આ પ્રકારનું કાર્ય કેવી રીતે કરી દીધું? એમાં ઘટિત થવાની વાતને ના સમજી શક્યા, એ અલગ વાત છે. એમાં ચકિત થવાની કોઈ વાત નથી. આ દુનિયાનું કોઈ પણ કાર્ય ભલે તે કેટલું પણ મોટું, મહાન તેમજ મુશ્કેલ કેમ ના હોય, બધા કાર્ય મનુષ્ય દ્વારા સંપન્ન કરવામાં આવ્યા છે.
એક નાનકડા બીજથી જ્યારે વૃક્ષ જેવી વિશાળ વસ્તુ નિકળી શકે છે, શું એની કલ્પના પણ કરી શકાય છે. એક અત્યંત સૂક્ષ્મતમ્ અણુ પોતાના વિસ્ફોટ દ્વારા મહા-વિનાશ કરી શકે છે. એ જ પ્રકારે, તમારા શરીરની સૂક્ષ્મતમ્ શક્તિ પણ, તમારો એક નાનકડો વિચાર પણ કેટલી શક્તિ રાખે છે, એની તમે કલ્પના પણ નથી કરી શકતા. તમે આ વાતને ક્યારેય ના ભૂલો કે, તમારી વર્તમાન શક્તિથી સેંકડો ગણી શક્તિ તમારા અંતઃકરણમાં વિદ્યમાન છે. તમેવર્તમાનમાં જે કંઈ છો, એનાથી ક્યાંય વધારે મહત્ત્વપૂર્ણ છો. તમે આ વાતને જાણીને પણ અજાણ રહેશો, તો એમાં દોષ કોનો છે? તમે જીવન-લક્ષ્યનો ધ્રુવતારો નિશ્ચિત કરી લો. તમારો નિશ્ચય તમને ચુંબકની સમાન ખેંચશે.
અંતઃકરણને જાણો :
ઊંચી ઇચ્છા, મહેનત, આક્રોશ, આત્માની ઓળખ, પ્રબળ કાર્યક્ષમતા, તન્મયતા એ જ તમારા ગુણ હોવા જોઈએ. જ્યારે તમે આગુણોની સાથે કોઈ પણ કાર્ય કરશો, તો નિશ્ચય જ સફળતા મળશે. તમારી અંદર આ બધા ગુણ છે, બસ શરત એટલી કે તમે એ બધા ગુણોને ઓળખી લો. જ્યાં સુધી તમે ખુદને ઓળખી ના લો, ત્યાં સુધી તમે કશું નથી કરી શકતા. અંતઃકરણને સમુદ્રની જેમ ગહેરો અને ગંભીર તથા પર્વતની સમાન મહાન બનાવવા પર જ તમે કોઈ વિશેષ કાર્યની સિદ્ધિ કરી શકો છો. તમે આંતરિક શક્તિને ઓળખીને પોતાનું કાર્ય શરૃ કરી દો. શક્ય છે, ઘણા બધા લોકોને આ વાત પર વિશ્વાસ ન આવે કે, એમનામાં એક મહાન શક્તિ છુપાયેલી છે. આ શક્તિ દ્વારા તેઓ વિશ્વના મહાન કાર્ય કરી શકે છે. આમાં અવિશ્વાસની સહેજપણ શંકા નથી. પોતાની શક્તિને તમે મહત્ત્વહીન ન માનો. ખુદને ઓળખી શકવાને કારણે જ તમે આ પ્રકારનું જીવન વ્યતીત કરો છો. ઈશ્વરે તમને બધા અંગ આપ્યા છે. તમે એમનો ઉપયોગ કરો. ઈશ્વરે તમારા કોઈ પણ અંગને બેકાર નથી બનાવ્યા, તો પછી તમે એમનો ઉપયોગ કેમ નથી કરતા? એમાં ભૂલ કોની છે? જો તમે અપંગ કે વિકલાંગ છો, તો પણ કોઈ ફરક નથી પડતો.
અદમ્ય સાહસ :
એક નવયુવકની ગાથા છે. તે વિવાહિત હતો. જવાન હતો. સુંદર હતો. એક દિવસ આકસ્મિક એના બંને હાથને ક્રેશરથી કાપવામાં આવ્યા. ડૉક્ટર ખૂબ જ પરિશ્રમ કરીને એને બચાવી શક્યા, પણ બંને કપાયેલા હાથથી એની જિંદગી ભારરૃપ બની ગઈ. બંને હાથ કપાઈને ખભાઓની પાસે ફક્ત ઠૂંઠની સમાન રહી ગયા હતા. તે ઉદ્વિગ્ન થઈ ગયો. કોઈ પ્રકારનું કામ કરવાને લાયક ના રહ્યો. ભાઈઓની રોટલીના ટુકડાં પર રહેવા લાગ્યો. તેઓ એની ઉપેક્ષા કરીને ભિખમંગાઓની સમાન એની સાથે વ્યવહાર કરવા લાગ્યા. તેણે પોતાની પત્નીને પણ લાતોથી પીટવાનું શરૃ કરી દીધું. જેને કાલ સુધી ખૂબ જ પ્રેમ કરતો હતો, તે આજે દેની દુશ્મન થઈ ગઈ. એક દિવસ ભાઈઓએ એનું મોટું અપમાન કર્યું. એને બે દિવસ સુધી ખાવાનું ના આપ્યું. ખૂબ તાણા-વાણા સંભળાવ્યા. ભાભીઓએ પણ ખૂબ સંભળાવ્યું. એના મનને ઊંડી ઠેસ વાગી. તે એટલો નિરાશ થઈ ગયો કે, તે આત્મહત્યા કરવા પર ઉતારૂ થઈ ગયો. જ્યારે તે રેલવે-લાઇન પર મરવા માટે સૂઈ ગયો, ત્યારે જ એકાએક એની આત્માએ લલકાર કર્યો, “અરે... તું આ શું કરી રહ્યો છે?!”તે ઊઠી ગયો. ઘર તરફ ચાલી પડ્યો. પાસે એક પૈસો નહીં, ભૂખ્યું પેટ. તે એક ગોવાળિયાની પાસે ગયો. કમીશન પર એનું દૂધ વેચવાની રજૂઆત કરી. એણે પૂછ્યું, “કેવી રીતે લઈ જશો?”
એણે પોતાના ખભાઓની પાસેના ઠૂંઠા બતાવ્યા, “આના પર લટકાવીને”એનું સાહસ જોઈને ગોવાળિયો માની ગયો.
આ પ્રકારે ગોવાળિયાએ દૂધના બે ડબ્બા લટકાવી દીધા. એમને લઈને ચાર કિલોમીટર દૂર પગપાળા તે શહેરમાં વેચવા લઈ ગયો.એનું બધું દૂધ વેચાઈ ગયું. એનો ઉત્સાહ જોઈને લોકો પણ એના ગ્રાહક બની ગયા. તે દિવસમાં બે ફેરા લગાવવા લાગ્યો. આવક વધતી ગઈ. એણે પૈસા જોડ્યાં અને એનાથી એક ભેંસ ખરીદી લીધી. પોતાની ભેંસનું દૂધ વેચવાનું શરૃ કર્યું. એની પત્ની મદદ કરવા લાગી. તે દુધારૂ પશુઓની સંખ્યા વધારતો ગયો. સારી-એવી ડેરી બની ગઈ. જોતા-જોતા જ એની આવક વધતી જ ગઈ. એણે પોતાનું મકાન બનાવી લીધું. તે સુખથી રહેવા લાગ્યો. એના ભાઈઓની હાલત ખરાબ થઈ ગઈ. ત્યારે તે એમના પરિવારોનું પણ પાલન-પોષણ કરવા લાગ્યો. એણે પોતાનું જીવન સુખમય બનાવી લીધું. હાથ વગર તે એક સફળ, સુખી વ્યક્તિ બની ગયો.
જ્યારે હાથ વગરનો વ્યક્તિ આટલી પ્રગતિ કરી શકે છે, તો પછી તમારા તો બંને હાથ સલામત છે. તમે એનાથી વધારે જ પ્રગતિ કરી શકો છો. તમે નથી કરી રહ્યાં, તો એમાં દોષ કોનો? આ હાથ કપાયેલાએ ખુદને ઓળખી લીધો હતો અને તે આગળ વધી ગયો. તમે પોતાની ગુપ્ત શક્તિઓને નથી ઓળખી. તમે પોતાની શક્તિઓને ના ઓળખી શકવાને કારણે જીવનના મહાન કાર્યથી વંચિત રહી જાઓ છો. તમને શું ખબર કે તમારી અંદર ગુણો, વિશેષતાઓ તેમજ યોગ્યતાઓનો ભંડાર પડેલો છે. પોતાની શક્તિઓ અને વાસ્તવિક સ્વરૃપથી અજાણ રહીને તમે ક્યારેય પણ પોતાના જીવનના ઉદ્દેશ્યને પૂરો નથી કરી શકતા. અંધકારનો પરદો આપણી સામે બરાબર પડેલો રહે છે.
જ્યાં સુધી કોલમ્બસ અમેરિકા પહોંચ્યો ન હતો, ત્યાં સુધી ત્યાંના લોકોને એ વાતનો અહેસાસ ન હતો કે, બીજી પણ એક દુનિયા છે. એ જ પ્રકારે, જ્યાં સુધી તમારા જ્ઞાનનો કોલમ્બસ, તમારા અંતઃકરણના અમેરિકા સુધી નથી પહોંચતો, ત્યાં સુધી તમને એ વાતનો અહેસાસ નહીં થાય કે, “બીજી પણ એક દુનિયા છે.”પ્રસિદ્ધ વિચારક અને દાર્શનિક ઇમર્સનનું કહેવું છે કે, સંસારમાં ખૂબ જ ઓછા મનુષ્ય હોય છે, જે મરવાથી પહેલાં આત્મપરિચય પ્રાપ્ત કરી શકે છે. મોટાભાગના લોકો પોતાનું કાર્ય સંપન્ન કર્યા વગર જ મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે. એમને પોતાની કાર્યક્ષમતાનું જ્ઞાન નથી થઈ શકતું. ઇમર્સનની આ વાતમાં ખરેખર સચ્ચાઈ છે. બહુધા માણસ બીજાને જોઈને કહે છે કે, કાશ! એનામાં પણ એના સમાન શક્તિ હોત, તો તે મનુષ્ય પણ એ કાર્યને કરી શકતો હતો. પોતાની આ વાતને કહીને મનુષ્ય એ સત્યને ભૂલી જાય છે કે, જે વ્યક્તિની તે ચર્ચા કરી રહ્યો છે, જેની શક્તિ માટે તે આતુર છે, એનાથી ક્યાંય વધારે શક્તિ એની પાસે પડેલી છે. હકીકતમાં, આ પ્રકારના કથન એ વ્યક્તિની હીનતાના પરિચાયક છે. હકીકત તો એ છે કે, હીનતાની ભાવના જ મનુષ્યને કુંઠિત કરે છે.જ્યારે તમે ખુદને કોઈની સમક્ષ હીન સમજો છો, તો તમારી શક્તિઓ એ વ્યક્તિથી પ્રબળ હોવા છતાં ચૂપ થઈને નિષ્ક્રિય થઈને બેસી જાય છે. આ જ ખોટી ભાવના તમને નાના બનાવીને રાખે છે.
આત્મ વિવેચન :
પોતાની શક્તિઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરો. એમને જાગૃત કરો. એમને એકાગ્રચિતથી કાર્યમાં લગાવો. ત્યારે જુઓ, કે કેવી રીતે તમારું કાર્ય પૂરું નથી થતું અને તમને સફળતા નથી મળતી! બહુધા મનુષ્ય બીજાઓની સફળતા, શક્તિ જોવામાં જ પોતાનો બહુમૂલ્ય સમય ગુમાવી દે છે. આ ઈર્ષ્યા-દ્વેષને કારણે પણ પોતાનું કાર્ય નથી કરી શકતો. આ બધું ન કરીને મનુષ્યએ પોતાના પર વિશ્વાસ કરવો જોઈએ. એનામાં બધા ગુણ હોય છે. જરૃર પડવા પર આપમેળે આવી જાય છે.
એક ગરીબ માણસને રાજા બનાવી દેવામાં આવે અથવા એને સારું પદ આપી દેવામાં આવે, તો તમે શું એ સમજો છો કે, તો પોતાનું આ કાર્ય નહીં કરી શકે! ચોક્કસ કરશે. એને તક મળવી જોઈએ. તક (અવસર) ન મળવાને કારણે મનુષ્યની બધી પ્રતિભાઓ દબાયેલી રહી જાય છે. બહારનો કોઈ વ્યક્તિ તમને તક નહીં આપે. તમારે ખુદ તકને શોધવી પડશે. આજે તમે ખુદને અસહાય, દુર્બળ, અકર્મણ્ય અને પોતાના જીવનને વ્યર્થ સમજો છો. આ જ કારણે તમે એ પ્રકારના બન્યાં છો. ખુદને ઓળખીને તમે પૂરી તાકાતથી પોતાનું કામ કરો, તો પછી જુઓ શું ચમત્કાર થાય છે!
કેટલાક લોકોથી એ પૂછવા પર, “કેવું ચાલી રહ્યું છે, ભાઈ. શું હાલચાલ છે?”જવાબ મળે છે, “બસ! દિવસો કપાઈ રહ્યા છે. જીવન પસાર કરી રહ્યો છું.”આ પ્રકારના જવાબ અત્યંત નિરાશાજનક હોય છે. એનાથી માણસની દુર્બળતા નજરે પડે છે. ખુદને ઓળખી લેવા, ઈશ્વરને ઓળખી લેવા બરાબર છે. આ આત્મદર્શનમાં ખૂબ જ પ્રેરણા મળે છે. આ પ્રકારની પ્રેરણા માનવ જીવનને ઉચ્ચથી ઉચ્ચતમ્ અને મહાનથી મહાનતમ્ બનાવે છે. પ્રેરણા હંમેશાં આગળ વધારે છે. આ જ જીવનનો મૂળ મંત્ર છે. પોતાની શક્તિઓની ઓળખ તમે કિનારા પર બેસીને નથી કરી શકતા. જે પ્રકારે, સાગર તટ પર ઊભા થઈને તમે એની ઊંડાઈનું અનુમાન નથી લગાવી શકતા, એ જ પ્રકારે આંતરિક શક્તિઓની દશા છે.
બહુધા કેટલીય વાર એવું થાય છે કે, કર્મક્ષેત્રના કષ્ટો કે સંકટ આવવા પર અચાનક આપણી ગુપ્ત શક્તિ જાગી જાય છે અને આપણે એ કષ્ટ કે સંકટનો સામનો કરવામાં સમર્થ થઈ જઈએ છીએ. આ પ્રકારની શક્તિ આપણી પાસે છે, એનો અભાસ આપણે પહેલાં નથી શકતા. જીવનમાં આ પ્રકારની અનેક ઘટનાઓ જોવામાં આવી છે.
પ્રસિદ્ધ વ્યંગ્યકાર બર્નાર્ડ શૉએ પોતાની પ્રથમ રચના પ્રકાશન માટે મોકલી, તો તે પાછી આવી ગઈ. શૉને ઠેસ પહોંચી. ઠેસ ખૂબ જ ઊંડી હતી, પણ શૉએ નિશ્ચય કરી લીધો કે, તે લેખક બનીને રહેશે. જૉર્જ બર્નાર્ડ શૉ લેખક બનીને રહ્યાં. જ્યારે એમને ઠેસ વાગી, તો એમની આંતરિક શક્તિ જાગી ઊઠી. એના જ બળ પર તેઓ મહાન લેખક બન્યાં. કેટલાક લોકોની આંતરિક શક્તિઓ એટલી ઊંડી છુપાયેલીહોય છે કે, કોઈ વિશેષ ઘટના જ એમને જગાવી શકે છે, સાધારણ કાર્ય, દુઃખો અથવા સામાન્ય જીવનચર્યા એમની શક્તિને નથી જગાવતી, પણ ઊંડી

  • Univers Univers
  • Ebooks Ebooks
  • Livres audio Livres audio
  • Presse Presse
  • Podcasts Podcasts
  • BD BD
  • Documents Documents