Management and Corporate Guru Chanakya
165 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris

Management and Corporate Guru Chanakya , livre ebook

-

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris
Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus
165 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus

Description

Kautilya's management skills can be mastered by you if you read this amazing book. It is a fact that we frequently discuss the thoughts of foreign scholars but rarely, we talk about our own scholars. Acharya Chanakya was the most ancient management guru of the world. Besides politics, he suggested the management techniques for all other spheres of life. How we can properly manage our lives on the basis of what Chanakya had said is the main focus area of this book.Himanshu Shekhar has been listed in the category of young journalists who have registered good progress. He started his career from Jansatta and his features have been published in almost all leading newspapers and journals. His features well published in different newspapers and journals in a very short span of time. Since he is a bold writer, he always remains under limelight.Himanshu did his schooling from Aurangabad (Bihar). He graduated from Delhi University and did his masters from the IIMC, New Delhi. Presently, he is associated with a leading newspaper of the country.

Sujets

Informations

Publié par
Date de parution 01 janvier 0001
Nombre de lectures 0
EAN13 9788128819087
Langue English

Informations légales : prix de location à la page 0,0132€. Cette information est donnée uniquement à titre indicatif conformément à la législation en vigueur.

Extrait

મેનેજમેન્ટ
તેમજ
કોર્પોરેટ ગુરુ
ચાણક્ય
 
ડાયમંડ બુક્સ
 
eISBN: 978-81-2881-908-7
© પ્રકાશકાધીન
પ્રકાશક : ડાયમંડ પૉકેટ બુક્સ પ્રા. લિ.
X-૩૦, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,
નવી દિલ્હી-110020
ફોન : 011- 41611861
ફેક્સ : 011- 41611866
ઇ-મેઇલ : ebooks@dpb.in
વેબસાઇટ : www.diamondbook.in
સંસ્કરણ : 2015
MANAGEMENT AND CORPORATE GURU CHANAKYA (Gujarati)
by : Himanshu Shekhar
સમર્પણ
તે બધાં લોકોને જેમણે પ્રત્યક્ષ અને પરોક્ષ રૃપે મારી કલમને ગતિ આપવાનું કાર્ય કર્યું છે. તેના સિવાય મહાન ચિંતક આચાર્ય ચાણક્યને, જેમના વિચાર આજે પણ લોકોને રસ્તો બતાવવાનું કામ કરી રહ્યા છે અને કરતા રહેશે.
પ્રસ્તાવના
દરેક પુસ્તકની સાથે એક સવાલ જોડાયેલો હોય છે. આ પ્રશ્ન ઘણો મુખ્ય છે. એ પ્રશ્ન હોય છે કે અંતે આ પુસ્તક કેમ ? આ પ્રશ્નનો જવાબ જ એક રીતે પુસ્તકના માટે પ્લેટફૉર્મ તૈયાર કરવાનું કામ કરે છે. એના દ્વારા જ વારંવાર એ સમજી જાય છે કે આખા પુસ્તકને વાંચ્યા પછી તેને શું મળવાનું છે ? પરંતુ જવાબ આપ્યા પહેલાં આચાર્ય ચાણક્યના જીવન પર એક ઊડતી નજર નાખવી જરૃરી માલૂમ પડે છે.
મૌર્યકાલમાં ચંદ્રગુપ્ત મૌર્ય શાસનકર્તા હતા. તે સમયે ચાણક્ય વિશાળ મગધ રાજ્યના સમ્રાટ ચંદ્રગુપ્તના રાજનૈતિક ગુરુ હતા. તેમણે ચંદ્રગુપ્તને રાજસિંહાસન સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું હતું. તેમના આ રાજનૈતિક કૌશલ્ય અને રાજનૈતિક સમજદારીના કારણે આજે કુશળ રાજનૈતિક વિશારદ્ને ચાણક્ય કહીને બોલવામાં આવે છે. ચાણક્યએ સંગઠિત અને સંપૂર્ણ આર્યાવર્તનું સ્વપ્નું જોયું હતું. તેઓ એવા અનુપમ, અદ્ભુત, નિરાલા, કુશળ રાજનીતિજ્ઞ હતા કે તેમણે મગધ દેશ પાસેથી નંદ રાજાઓની રાજ્યસત્તાનો સર્વનાશ કરીને મૌર્ય રાજ્યની સ્થાપના કરી હતી.
ચાણક્યનું બાળપણમાં નામ વિષ્ણુગુપ્ત હતું. પરંતુ અત્યંત કુશાગ્રબુદ્ધિને કારણે તેઓ ચાણક્ય કહેવાયા. કુટિલ રાજનૈતિક વિશારદ્ હોવાને કારણે તેમને કૌટિલ્યના નામથી પણ સંબોધિત કરવામાં આવ્યા. ચાણક્યના જન્મસ્થળ બાબતે સાચે-સાચી જાણકારી ઇતિહાસ નથી આપી શકતો. મહાન ચાણક્યએ શિક્ષણ અને દીક્ષા તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં લીધાં હતાં. ચાણક્ય અને ચંદ્રગુપ્તનો એક જ સમય છે. એ સમય છે ઈ. સ.પૂ. 325નો.ચાણક્ય અત્યંત સાદું જીવન જીવતા હતા. તેઓ શહેરની બહાર એક પર્ણકુટિર (ઝૂંપડી)માં રહેતા હતા.
તેમના પિતાનું નામ ચણક હતું. આચાર્ય ચાણક્યએ રાજનાયિકોને રાજનીતિનું શિક્ષણ આપવા માટે અર્થશાસ્ત્ર, નાના ચાણક્ય, વૃદ્ધ ચાણક્ય, ચાણક્યનીતિ જેવા ગ્રંથોની રચના કરી હતી. ચાણક્યના અનુસાર આદર્શ રાજ્ય- સંસ્થા તે છે, જેની યોજનાઓ પ્રજાને તેની જમીન, ધન-ધાન્ય વગેરે પ્રાપ્ત કરવા માટેના મૂળ અધિકારથી વંચિત કરવાવાળી ન હોય અને તેને લાંબી-પહોળી યોજનાઓના નામ પરથી વેરાના ભારથી ભયભીત ન કરી નાખે. દેશના વિકાસની યોજનાઓ રાજકીય ખર્ચમાંથી બચત કરીને જ ચલાવવી જોઈએ. રાજાને માટે એક ભાગ સારી રીતે નક્કી કરીને પ્રજાના ટુકડાઓના ભરોસે લાંબી-પહોળી યોજના ઘડી કાઢવી એ પ્રજાને પીડા દેનાર માનતા હતા. આચાર્ય ચાણક્યનું સાહિત્ય, સમાજમાં શાંતિ, ન્યાય, સારું શિક્ષણ અને સમગ્ર પ્રગતિ શીખવવાવાળો જ્ઞાનભંડાર છે. તેમ પણ રાજનૈતિક શિક્ષણની આ જવાબદારી છે કે તે માનવસમાજને રાજ્ય સંસ્થાપન, સંચાલન અને સુરક્ષાનું કામ પણ શીખવે.
હવે પાછા તે પ્રશ્ન પર પાછા વળીએ છીએ કે છેવટે આ પુસ્તક કેમ ? નિઃસંદેહ ચાણક્યની વાતો રાજનૈતિક ક્ષેત્રને માટે ઘણા ઉપયોગી છે. પરંતુ તેમણે કેટલીક એવી વાતો કહી છે જેના પર અમલ કરીને સફળતાને મેળવી શકાય છે. આજકાલ તો મૅનેજમેન્ટ ગુરુઓનું પૂર જ આવી ગયું છે. નવા જમાનાના એ કહેવાતા મૅનેજમેન્ટ ગુરુ પોતાનાં ભાષણોને માટે લોકો પાસેથી પૈસા વસૂલ કરે છે. દરેક હેરાન છે કે તે પોતાના જીવનની વ્યવસ્થા કેવી રીતે કરે ? લોકો એ વાતથી હેરાન છે કે જીવનમાં કેવી રીતે આગળ વધી શકાય ?
આ પ્રશ્નો પર હેરાન થયા સિવાય એ સમસ્યાઓનું નિરાકરણ શોધવાની જરૃર છે અને અહીં આચાર્ય ચાણક્ય આ જમાનામાં પણ પ્રસંગાનુસાર થઈ જાય છે. તેઓ કોઈ સાધારણ વ્યક્તિ ન હતા, પરંતુ જે પણ મહાન થયા છે. તેઓ ઘણા મોટા ભવિષ્યદૃષ્ટા રહ્યા છે. આચાર્ય ચાણક્યની સાથે પણ એવું જ છે. તેમણે જે વાતો કહી છે, તે વખતે પણ તેટલી જ પ્રાસંગિક હતી, જેટલી આજે છે. સાચી રીતે કહીએ તો આચાર્ય ચાણક્યના વિચારોને જો સમજવાવાળા હોય તો તેમના વિચાર આજથી હજાર વર્ષ પછી પણ તેટલા જ પ્રસંગાનુસાર હશે.
એવું પણ નથી કે લોકો આચાર્ય ચાણક્યના વિચારોની પ્રાસંગિકતાની ખબર નથી. લોકો તેમના વિચારોને સમજે છે. એ કારણ છે કે વર્ષ 2009-10નું પૂર્ણ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી પ્રણવ મુખર્જીએ ત્રણ વખત આચાર્ય ચાણક્યનાં વાક્યોનો ઉલ્લેખ કર્યો. તેમણે તેમના દ્વારા એ વાત બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે આર્થિક નીતિઓને તૈયાર કરવામાં આચાર્ય ચાણક્યની નીતિઓથી પ્રેરણા લેવામાં આવી છે.
ખરેખર થાય છે એવું કે અમે પોતાની પાસેની વસ્તુઓને છોડી દઈએ છીએ અને દૂરની વસ્તુઓની પાછળ પાગલ થઈ જઈએ છીએ. વિદેશીઓના વિચારોનું ઉદાહરણ આપવામાં આવે છે. પરંતુ દેશી વિદ્વાનોની તેટલી ચર્ચા નથી થતી. સાચી રીતે કહેવામાં આવે તો આચાર્ય ચાણક્ય દુનિયાના સૌથી જૂના મૅનેજમેન્ટ ગુરુ હતા. તેમણે જીવનના દરેક ક્ષેત્રની વ્યવસ્થાનો રસ્તો બતાવ્યો. તેમની બતાવેલી વાતોને આધારે આજે પણ કેવી રીતે પોતાના જીવનની સાચી વ્યવસ્થા કરીને જીવનની સફળ બનાવી શકાય છે, એ વાતને આ પુસ્તક દ્વારા બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
એવું પુસ્તક તૈયાર કરવાનો વિચાર આ પુસ્તકના પ્રકાશક શ્રી નરેન્દ્ર વર્માજીના મનમાં આવ્યો અને પછી અમે અંદરોઅંદર મળીને આ વિચારને આકાર આપવાનું કાર્ય કર્યું. આ પુસ્તકના વિચાર અને પ્રકાશનને માટે તેમના પ્રત્યે આભાર.
તમારાં સૂચનોની પ્રતીક્ષા રહેશે.
હિમાંશુ શેખર એસ-33, ચોથો માળ, સ્કૂલ બ્લૉક, શકરપુર, નવી દિલ્હી-92 ઇ-મેઇલ- hshekhar.iimc@gmail.com વેબસાઇટ- www.himanshushekhar.in
અનુક્રમણિકા વ્યક્તિની ઓળખ નેતૃત્વક્ષમતા રણનીતિ કૌશલ્ય સાચા સમયની ઓળખ ચરિત્રનું મહત્ત્વ કાર્યકુશળતા પરિસ્થિતિઓની ઓળખ જ્ઞાનનું મહત્ત્વ ધનનું મહત્ત્વ મિત્રતા સોબત ધીરજ આળસનો ત્યાગ વ્યસનનો ત્યાગ મધુર વચન કઠોર પરિશ્રમ ગુપ્તતા પોતાને જાણો અઘરા નિર્ણયો
ઉપસંહાર
1
વ્યક્તિની ઓળખ
કોઈ પણ વ્યક્તિની સફળતા અને નિષ્ફળતા એ વાત પર પૂરતી હદ સુધી આધારિત છે કે તે સાચા વ્યક્તિની ઓળખ કરવામાં સક્ષમ છે કે નહીં. સાચા લોકો કદાચ કોઈને મળી જાય છે, તો તેનું કામ સરળ થઈ જાય છે. અને તે ઝડપથી સફળતાના રસ્તા પર ચાલી નીકળે છે. તેવા જ ખોટા લોકોનો સાથ કોઈકને જીવનમાં નિષ્ફળ બનાવવા માટે પૂરતો છે. આચાર્ય ચાણક્યનું આખું જીવન અને તેમના દ્વારા આપેલાં સૂત્રોમાં સાચા વ્યક્તિની ઓળખથી લઈને વિશેષરૃપથી સાવધાન રહેવાનો સંદેશ મળે છે. એના સિવાય તે સાચી વ્યક્તિની ઓળખ કરવાથી માંડીને પોતાના સ્તર પર ઘણી વાતો મગજમાં રાખવાની સલાહ પણ આપે છે. કદાચ તેમની વાતોને ધ્યાનમાં રાખીને કોઈ કામ માટે વ્યક્તિને પસંદ કરવામાં આવે, તો સફળતાનો રસ્તો સરળ હોવાની નક્કી ખબર પડે છે.
આચાર્ય ચાણક્યમાં જાતે જ સાચી વ્યક્તિની ઓળખ કરવાનું અદ્ભુત સામર્થ્ય હતું. જ્યારે ચાણક્યએ આ પ્રતિજ્ઞા લીધી કે નંદના રાજ્યનો નાશ કરીને જ તે શ્વાસ લેશે અને તેના પછી જ પોતાની ચોટલી બાંધશે, તો તેમની પાસે કોઈ એવું યોગ્ય પાત્ર ન હતું, જેને તે રાજા બનાવવાના પ્રશિક્ષણની પ્રક્રિયામાંથી પસાર કરી શકે. યોગ્ય પાત્રની શોધમાં તેઓ અહીં-ત્યાં ભટકી રહ્યા હતા. ફરતાં-ફરતાં જ્યારે તેઓ હિમાલયની પાસે પિપલીવન ગામમાં પહોંચ્યા, ત્યાં તેમણે કેટલાંક બાળકોને રાજા અને પ્રજાની રમત રમતાં જોયાં. ત્યાં તેમણે રાજા બનેલા બાળકની ઓળખાણ કરી લીધી. ચાણક્યએ જોયું કે જે બાળક રાજા બની બેઠો છે, તેમાં તે બધાં લક્ષણ છે, જે એક રાજા અને કુશળ પ્રશાસક માટે જરૃરી હોય છે. તેમણે મનમાં જ સંકલ્પ કર્યો કે એવું જ બાળક ભારતવર્ષનો સમ્રાટ થઈ શકે છે.
ચાણક્યએ રમત રમતાં તે બાળકોની પરીક્ષા પણ લઈ લીધી અને તે પરીક્ષામાં તે બાળક એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય સફળ પણ રહ્યા. થયું એવું કે જ્યારે ચાણક્યએ નક્કી કરી લીધું કે આ બાળકમાં રાજા બનવાના બધા જ ગુણ સમાયેલા છે. તે તેઓ જાણીજોઈને તે બાળકોની રમતમાં જોડાઈ ગયા અને રાજા બનેલા બાળક પાસે દાનની ભીખ માગી. તે બાળકે તેમણે ત્યાં ચરી રહેલી બધી ગાયો દાનમાં આપી દીધી. તે છતાં પણ ચાણક્યએ કહ્યું કે આ ગાયો તો બીજાની છે. ચાણક્યએ એટલું કહ્યું ત્યાં તો તે બાળકે પોતાની તલવાર કાઢી અને કહ્યું, "હે બ્રાહ્મણ ! આ મારી તલવાર તમારું રક્ષણ કરશે. તમે કદાચ જાણતા નથી. મારા પિતા કહેતા હતા કે જે રાજ્યમાં બ્રાહ્મણોનું સન્માન ન થાય અથવા કોઈ બ્રાહ્મણ રાજ્યમાંથી ભેટ લીધા વગર ખાલી હાથે પાછો જાય તો સમજવું કે તે રાજ્યનો આથમવાનો સમય નજીક છે." આ વાતથી ચાણક્યના મનમાં સ્પષ્ટ થઈ ગયું કે તેમણે જે બાળકને પોતાની યોજનાને સફળ કરવા માટે પસંદ કર્યું છે તે એકદમ સાચું છે. તેના પછીની વાર્તાથી દરેક જણ પરિચિત છીએ ચાણક્યના માર્ગદર્શનમાં અને તેમની યોજનાઓનો અમલ કરીને ચંદ્રગુપ્ત મૌર્ય મગધના રાજા બન્યા.
આચાર્ય ચાણક્યએ વ્યક્તિની ઓળખ માટે ઘણાં સૂત્રો આપ્યાં છે. તે સૂત્રો મારફત પોતાના જીવનમાં પણ લોકોની ઓળખ કરી શકાય તો સાચી વ્યક્તિની ઓળખ કરવી સરળ થઈ જશે. ચાણક્યએ સૂત્ર આપ્યું છે -
ज्ञानानुमानैश्च परीक्षा कर्तव्या ।
એનો અર્થ એ છે કે જ્ઞાન અને અનુમાનના આધાર પર પરીક્ષા લેવી જોઈએ.
કોઈ પણ વ્યક્તિની પસંદગી કદાચ કોઈ કામને માટે કરવી હોય છે, તો સૌથી પહેલાં તો તેના જ્ઞાનની પરીક્ષા લેવી જોઈએ. તેને જે કામ આપવામાં આવી રહ્યું હોય છે તેને તે જાણે છે નહીં. તે વિષયને લગતું કેટલું જાણે છે. તેના સિવાય તેના પહેલાંનાં કાર્યોના આધારે આ અનુમાન લગાવવું જોઈએ કે તેને જે કામ આપવામાં આવ્યું હોય તે કરી શકવાની ક્ષમતા તેનામાં છે કે નહીં. કદાચ કોઈ વ્યક્તિને ન તો વિષયની જાણકારી હોય અને ન તો તેણે તે વિષયથી જોડાયેલાં કામ કર્યાં હોય, તો સ્વાભાવિક રીતે તેના માટે તે વિષયમાં સફળ થવામાં બહુ જ મુશ્કેલી થઈ જાય છે. એટલા માટે કોઈ પણ કામ માટે વ્યક્તિની પસંદગી કરતી વખતે તેના જ્ઞાન અને અનુભવને વિશેષ રૃપથી જોવા જોઈએ.
વ્યક્તિની ઓળખના સંબંધમાં આચાર્ય ચાણક્યએ ચાણક્યનીતિમાં એક જગ્યાએ લખ્યું છે -
जानीयात्प्रेषणेभृत्यान बान्धवानव्यसनाऽऽगमे । मित्रं याऽऽपत्तिकालेषु भार्या च विभवक्षये ॥
તેમના દ્વારા કૌટિલ્યએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સમય આવતાં સંબંધીઓની પરીક્ષા થાય છે. તેઓ કહે છે કે કોઈ વિશેષ કાર્ય માટે મોકલતી વખતે સેવકની ઓળખ થાય છે. દુઃખના સમયે ભાઈ-ભાંડુઓની ઓળખ થાય છે. આફતના સમયે મિત્રની ઓળખ થાય છે અને ધન નાશ પામે ત્યારે પત્નીની પરીક્ષા થાય છે.
કદાચ આ સૂત્ર મારફત મહાન ચાણક્ય દ્વારા કહેલી વાતને વિસ્તૃત કહેવામાં આવે તો આ વાત સમજમાં આવે છે કે સેવકની સાચી ઓળખ ત્યારે થાય છે જ્યારે તેને કોઈ ખાસ કાર્ય માટે મોકલવામાં આવે. એના વગર તેમની ઓળખ થતી નથી. કારણ કે આ ખાસ કાર્યોનું પરિણામ આપવામાં શક્ય છે કે તેમની સ્વામી પ્રત્યેની નિષ્ઠાની પરીક્ષા થાય. આવા સમયે જે સેવક પોતાની જાન-માલની બાજી લગાવીને પણ સ્વામી પ્રત્યે નિષ્ઠાવાન રહે છે, સાચા અર્થમાં તેને જ સેવક કહેવામાં આવે છે.
બીજી વાત એ છે કે દુઃખમાં જ ભાઈ-ભાંડુઓની ઓળખ થાય છે. વાસ્તવમાં આજે દુનિયા ઘણી ઝડપથી સ્વાર્થ પર આધારિત થતી જાય છે. મોટે પાયે સ્વાર્થી લોકો હારી ગયા છે. એટલે સાચા અને ખોટાનો ફરક કરવો ખૂબ જ મુશ્કેલ થઈ ગયો છે. એ બે પ્રકારના લોકોમાં ફરક કરવા માટે આચાર્ય ચાણક્યએ એક સુંદર રસ્તો બતાવ્યો છે. તેમના અનુસાર સારા સમયમાં તો આપણી સાથે બધા પ્રકારના લોકો હોય છે, પરંતુ જ્યારે આપણો સારો સમય જતો રહે છે અને ખરાબ સમય આવે છે, તો એ જોવા મળે છે કે આપણી સાથે સહાનુભૂતિનું નાટક રચવાવાળા લોકો પણ આપણાથી દૂર થઈ જાય છે. આવી સ્થિતિમાં જ સાચા મિત્ર અને ભાઈ-ભાંડુઓની ઓળખ થાય છે.
એટલા માટે આવી પરિસ્થિતિમાં ધીરજ ન ખોવી જોઈએ. પરંતુ આ ઘટનાઓને પોતાના જીવનમાં એક નવા પ્રકારનો જ અનુભવ મેળવવાના પ્રસંગની રીતે જોવો જોઈએ. જે લોકો આપણા ખરાબ સમયમાં પણ આપણી સાથે રહે છે તે જ સાચા હિતેચ્છુ હોય છે. એટલે જ આવા લોકો પર જ પોતાનો વિશ્વાસ હંમેશ માટે રાખવો જોઈએ. જે લોકો આવા સમયમાં

  • Univers Univers
  • Ebooks Ebooks
  • Livres audio Livres audio
  • Presse Presse
  • Podcasts Podcasts
  • BD BD
  • Documents Documents